પરિચય

નીચેના મુદ્દાઓ આ દસ્તાવેજમાં આવરાયેલા છે:

  • સ્થાપન-સંબંધિત નોંધો

  • ટેક્નોલોજી પૂર્વદર્શન

  • જાણીતા મુદ્દાઓ

  • સામાન્ય જાણકારી

  • આંતરરાષ્ટ્રિયકરણ

  • કર્નલ નોંધો

Red Hat Enterprise Linux 4.92 પરની છેલ્લી જાણકારી માટે કે જે આ પ્રકાશન નોંધોમાં દેખાતી નથી, તેના માટે Red Hat nowledgebase નો નીચેની URL આગળ સંદર્ભ લો:

http://kbase.redhat.com/faq/topten_105_0.shtm

સ્થાપન-સંબંધિત નોંધો

નીચેનો વિભાગ Red Hat Enterprise Linux અને એનાકોન્ડા સ્થાપન કાર્યક્રમ વિશે લગતી જાણકારીનો સમાવેશ કરે છે.

નોંધ

પહેલાથી-સ્થાપિત Red Hat Enterprise Linux ને સુધારવા માટે, પેકેજોને કે જે બદલાયેલ છે તેને સુધારવા માટે તમારે Red Hat Network વાપરવું જ જોઈએ.

તમે Red Hat Enterprise Linux 4.92 નું તાજું સ્થાપન કરવા માટે અથવા Red Hat Enterprise Linux 4 ની તાજેતરની આવૃત્તિ માંથી Red Hat Enterprise Linux 4.92 માં રૂપાંતરિત કરવા માટે એનાકોન્ડા વાપરી શકો.

જો તમે Red Hat Enterprise Linux 4.92 CD-ROMs (નેટવર્ક-આધારિત સ્થાપનની તૈયારી માટે, ઉદાહરણ તરીકે) ના સમાવિષ્ટોની નકલ કરી રહ્યા હોય તો CD-ROMs ની માત્ર ઓપરેટિંગ સિસ્ટમ માટે જ નકલ કરવાનું ભૂલશો નહિં. પુરવઠીય CD-ROM ની, અથવા સ્તરવાળી ઉત્પાદન CD-ROMs માંની, કોઈની પણ નકલ કરશો નહિં કારણ કે આ એનાકોન્ડાની યોગ્ય દિશા માટે જરૂરી ફાઈલો પર ફરીથી લખી નાંખશે. આ CD-ROMs એ Red Hat Enterprise Linux સ્થાપિત થઈ જાય પછી સ્થાપિત થવી જ જોઈએ.

Note that the minimum RAM required to install Red Hat Enterprise Linux 4.92 has been raised to 1GB; the recommended RAM is 2GB. If a machine has less than 1GB RAM, the installation process may hang.

ISO સમાવિષ્ટો અને રજીસ્ટ્રેશન

Red Hat Enterprise Linux 4.92 માં મીડિયા કિટનું આર્કીટેક્ચર Red Hat Enterprise Linux ની પહેલાંની આવૃત્તિમાંથી બદલાઈ ગયેલ છે. વિવિધ ચલો અને ISO ઈમેજોની સંખ્યા બેમાં ઘટી ગયેલ છે:

  • Red Hat Enterprise Linux 4.92 સર્વર

  • Red Hat Enterprise Linux 4.92 ક્લાઈન્ટ

વૃક્ષો વિકલ્પોની સંખ્યા માટે રીપોઝીટરીઓ સમાવે છે કે જે મૂળ વિતરણ હેઠળ વધારાના વિધેયો પૂરા પાડે છે:

Red Hat Enterprise Linux 4.92 સર્વર

  • Red Hat Enterprise Linux — મૂળભૂત વિવિધ હેતુ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ ૪ વર્ચ્યુઅલ ઘટકો માટે આધાર આપતા વર્ચ્યુઅલાઝેશનને સમાવે છે.

  • Red Hat Enterprise Linux વર્ચ્યુઅલાઈઝેશન પ્લેટફોર્મ — માહિતીકેન્દ્ર વર્ચ્યુઅલાઈઝેશન ઓપરેટિંગ સિસ્ટમ ક્લસ્ટરીંગ અને ક્લસ્ટર સંગ્રહ સમાવી રહ્યું છે

Red Hat Enterprise Linux 4.92 ક્લાઈન્ટ

  • Red Hat Enterprise Linux ડેસ્કટોપ — જાણકાર-કામ કરનાર ડેસ્કટોપ ઉત્પાદન

  • વર્કસ્ટેશન વિકલ્પ — ઈજનેરી અને વિકાસ વર્કસ્ટેશનો માટે વધારાનો વિકલ્પ

  • Virtualization Option — add-on option for virtualization support

એક જ વૃક્ષ અથવા ISO ઈમેજમાં વૈકલ્પિક સમાવિષ્ટ સાથે, સ્થાપન માટે તક આપવામાં આવેલ કમ્પોનન્ટો અને ઉમેદવારી દ્વારા આવરવામાં આવેલા વચ્ચે ખોટી જોડણી અવગણવાનું મહત્વનું છે. આવી ખોટી જોડણી વધતી જતી ભૂલ અને નબળાઈ જોખમોમાં પિરણમશે.

સુમેળમાં ઉમેદવારી સાથે તક આપવામાં આવેલ ઘટકોની ખાતરી કરવા માટે, Red Hat Enterprise Linux 4.92 ને સ્થાપન સંખ્યા માં પ્રવેશ કરવાની જરૂર છે કે જે સ્થાપકને યોગ્ય પેકેજ સમૂહની તક આપવા માટે રૂપરેખાંકિત કરવા માટે વાપરવામાં આવશે.

જો તમે સ્થાપન સંખ્યા દાખલ કરવાનું રદ કરો, તો આ મૂળ સર્વર અથવા ડેસ્કટોપ સ્થાપનમાં પરિણમશે. વધારાના વિધેયો પછીથી જાતે ઉમેરી શકાશે.

મૂળભૂત સંખ્યાઓ કે જે વાપરી શકાશે:

સર્વર

  • Red Hat Enterprise Linux (Server ): 31cfdaf1358c25da

  • Red Hat Enterprise Linux (Server + Virtualization): 2515dd4e215225dd

  • Red Hat Enterprise Linux વર્ચ્યુઅલાઈઝેશન પ્લેટફોર્મ: 49af89414d147589

ક્લાઈન્ટ

  • Red Hat Enterprise Linux ડેસ્કટોપ: 660266e267419c67

  • Red Hat Enterprise Linux Desktop / Virtualization Option: fed67649ff918c77

  • Red Hat Enterprise Linux ડેસ્કટોપ / વર્કસ્ટેશન વિકલ્પ: da3122afdb7edd23

  • Red Hat Enterprise Linux Desktop / Workstation / Virtualization Option: 7fcc43557e9bbc42

Subversion

Red Hat Enterprise Linux 4.92 માં, Subversion આવૃત્તિ નિયંત્રણ સિસ્ટમ એ Berkeley DB 4.3 વિરુદ્ધ કડી થયેલ છે. જો Red Hat Enterprise Linux 4 માંથી સુધારી રહ્યા હોય અને કોઈપણ Subversion રીપોઝીટરીઓ સિસ્ટમ પર બની ગયેલ હોય કે જે Berkeley DB backend "BDB" (સ્વચ્છ ફાઈલ-સિસ્ટમ આધારિત "FSFS" backend ની જગ્યાએ) વાપરે, તો સુધારા પછી રીપોઝીટરીઓ સુલભ થઈ શકે તે ખાતરી કરવા માટે કાળજી લેવામાં આવવી જ જોઈએ. આ પ્રક્રિયા Red Hat Enterprise Linux 4 સિસ્ટમ પર અનુસરવામાં આવવી જ જોઈએ, Red Hat Enterprise Linux 4.92 માં સુધારવા પહેલાં:

  1. કોઈપણ ચાલી રહેલ પ્રક્રિયાઓ બંધ કરો અને ખાતરી કરો કે કોઈપણ પ્રક્રિયાઓ રીપોઝીટરી વાપરી શકે નહિં (ઉદાહરણ તરીકે, httpd અથવા svnserve અથવા સીધા વપરાશ સાથેના કોઈપણ સ્થાનિક વપરાશકર્તાઓ).

  2. રીપોઝીટરીનું બેકઅપ બનાવો; ઉદાહરણ તરીકે:

    
    svnadmin dump /path/to/repository | gzip > repository-backup.gz
                                    
  3. svnadmin recover આદેશને રીપોઝીટરી પર ચલાવો:

    
    svnadmin recover /path/to/repository
                                    
  4. રીપોઝીટરીમાં કોઈપણ નહિં વપરાયેલ લોગ ફાઈલો કાઢી નાંખો:

    
    svnadmin list-unused-dblogs /path/to/repository | xargs rm -vf
                                    
  5. રીપોઝીટરીમાં બાકી રહેલ કોઈપણ વહેંચાયેલ-મેમરી ફાઈલો કાઢી નાંખો:

    
    rm -f /path/to/repository/db/__db.0*
                                    

ટેક્નોલોજી પૂર્વદર્શન

ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો છે કે જેઓ વર્તમાનમાં આધારભૂત નથી, પરંતુ તેઓ આ પ્રકાશનમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તેમના વર્ણવાયેલ કાર્યો ચકાસી શકાય છે; છતાં, ટેક્નોલોજી પૂર્વદર્શન માટે ઊંચા-પ્રાધાન્ય સુરક્ષા મુદ્દાઓ માટે પૂરો પાડવામાં આવેલ એકમાત્ર માત્ર આધાર છે.

તેના વિકાસ દરમ્યાન, ટેક્નોલોજી પૂર્વદર્શનના વધારાના વિભાગો જાહેર ચકાસણી માટે પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. ટેક્નોલોજી પૂર્વદર્શનને આવી રહેલ નાના અને મોટા પ્રકાશનોમાં સંપૂર્ણપણે આધાર આપવાનો Red Hat નો હેતુ છે.

Stateless Linux

આ Red Hat Enterprise Linux 4.92 ના બીટામાં સમાવાયેલ છે કે જે Stateless Linux માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટુકડાઓ સક્રિય કરી રહ્યા છે. Stateless Linux એ કેવી રીતે સિસ્ટમ ચાલવી જોઈએ અને વ્યવસ્થાપિત થવી જોઈએ તે વિચારવાનો નવો માર્ગ છે, મોટી સંખ્યાની સિસ્ટમોને વધુ સરળતાથી બદલી શકાય તેવી બનાવવા માટે બચાવ અને વ્યવસ્થાપન સરળ બનાવવા માટે રચાયેલ છે. આ પ્રાથમિક રીતે તૈયાર થયેલ સિસ્ટમ ચિત્રો અધિષ્ઠાપિત કરીને પરિપૂર્ણ કરી શકાય છે કે જે મોટી સંખ્યાની stateless સિસ્ટમોમાં નકલ થાય અને વ્યવસ્થાપિત થાય છે, ઓપરેટિંગ સિસ્ટમને માત્ર-વાંચી શકાય તેવી રીતે ચલાવી રહ્યા છીએ.

તેના વિકાસની વર્તમાન આવૃત્તિમાં, Stateless લક્ષણો હેતુવાળા ધ્યેયોના ઉપગણો છે. આ રીતે, ક્ષમતા એ ટેક્નોલોજી પૂર્વદર્શન પરિસ્થિતિ તરીકે લેબલ કરવામાં આવેલ છે.

આરંભિક ક્ષમતાઓની યાદી Red Hat Enterprise Linux 4.92 બીટામાં સમાવવામાં આવેલ છે:

  • stateless ઈમેજને NFS પર ચલાવી રહ્યા છીએ

  • NFS ઉપર લુપબેક મારફતે પરિસ્થિતિવીહિન ઈમેજ ચલાવી રહ્યા છીએ

  • iSCSI પર ચલાવી રહ્યા છીએ

Stateless Linux ને સ્થાનિક ફાઈલ સિસ્ટમ પર મુખ્ય સર્વરમાંથી સુમેળ થયેલ ફેરફારો સાથે ચલાવવાનું વર્તમાનમાં શક્ય નથી, જરૂરી કર્નલ ફેરફારોને કારણે.

એ ખૂબ આગ્રહણીય છે કે જેઓ stateless કોડમાં રસ ધરાવતા હોય તેઓ http://fedoraproject.org/wiki/StatelessLinuxHOWTO આગળના HOWTO વાંચે અને stateless-list@redhat.com માં જોડાય.

GFS2

GFS2 એ GFS ફાઈલસિસ્ટમ પર આધારિત ઉત્ક્રાંતિવાળું ઉન્નતીકરણ છે. જ્યારે સંપૂર્ણપણે ક્રિયાશીલ હોય, ત્યારે GFS2 એ હજુ સુધી ઉત્પાદન-તૈયાર સમજવામાં આવતું નથી. GFS, કે જે ૫ વર્ષોથી ઉત્પાદનમાં છે, તે વર્તમાનમાં આ પ્રકાશન સાથે પૂરું પાડવામાં આવેલ છે અને તે બિન-ક્લસ્ટર માહિતી ફાઈલ સિસ્ટમો માટે સંપૂર્ણપણે આધારભૂત છે (root અને boot માટે અપવાદરૂપે), સાથે સાથે વહેંચાયેલ સંગ્રહ પર આધારિત ક્લસ્ટરવાળી ફાઈલ સિસ્ટમમાં પણ જ્યારે ક્લસ્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાજર હોય. GFS2 એ આવી રહેલ Red Hat Enterprise Linux 4.92 સુધારામાં સંપૂર્ણપણે આધારભૂત પરિસ્થિતિમાં ખસી રહ્યું છે. ત્યાં જગ્યાની રૂપાંતરણ ઉપયોગીતા પણ છે, gfs2_convert, કે જે GFS ફાઈલ સિસ્ટમની માહિતીને પણ સુધારી શકે છે, તેને GFS2 ફાઈલ સિસ્ટમમાં ફેરવીને.

FS-Cache

FS-Cache એ દૂરસ્થ ફાઈલ સિસ્ટમો માટે સ્થાનીય કેશીંગ સેવા છે; તે વપરાશકર્તાઓને સ્થાનીય રીતે માઉન્ટ થયેલ ડિસ્ક પર NFS માહિતી કેશ કરવા માટે પરવાનગી આપે છે. FS-Cache સેવા સુયોજિત કરવા માટે, cachefilesd RPM સ્થાપિત કરો અને /usr/share/doc/cachefilesd-<version>/README માંના સૂચનોનો સંદર્ભ લો.

<version> ને cachefilesd પેકેજની સ્થાપિત થયેલ આવૃત્તિ સાથે બદલો.

Compiz

Compiz એ OpenGL-આધારિત કમ્પોઝીટીંગ વિન્ડો વ્યવસ્થાપક છે. નિયમિત વિન્ડો વ્યવસ્થાપન સાથે વધુમાં, compiz એ કમ્પોઝીટીંગ વ્યવસ્થાપક તરીકે પણ કામ કરે છે. આ ભૂમિકામાં, compiz એ ઓછા ફેરફાર અને વધુ મજબૂત લાગણી સાથે સરળ ડેસ્કટોપ અનુભવ પૂરો પાડવા માટે સંપૂર્ણ ડેસ્કટોપ પુનઃરચના સાથે સુમેળ કરે છે.

Compiz એ અસરો જેવી કે જીવંત થમ્બનેઈલ વિન્ડો અને વિન્ડો ડ્રોપ પડછાયાઓ રેન્ડર કરવા માટે 3D હાર્ડવેર પ્રવેગક વાપરે છે, સાથે સાથે એનીમેટ થયેલ વિન્ડો ન્યૂનતમ બનાવવાનું અને વર્ચ્યુઅલ ડેસ્કટોપ વચ્ચે રૂપાંતરણ માટે પણ તે વાપરે છે.

વર્તમાન આર્કીટેક્ચરમાં મર્યાદાઓને કારણે, compiz સીધા રેન્ડરીંગ OpenGL કાર્યક્રમો અથવા Xv એક્સટેન્સન વાપરતા કાર્યક્રમો સાથે સીધેસીધા કામ કરી શકતા નથી. આવા કાર્યક્રમો નુકસાનરહિત રેન્ડરીંગ આર્ટીફેક્ટ પેદા કરશે; આના કારણે, લક્ષણ વર્તમાનમાં સંપૂર્ણપણે આધારભૂત નથી.

Ext3 માટે ઉન્નતીકરણ

Red Hat Enterprise Linux 4.92 માં, EXT3 ફાઈલ સિસ્ટમ ક્ષમતા 8TB ની બહારની ક્ષમતામાંથી 16TB ના મહત્તમ માપ સુધી વિસ્તૃત થઈ ગયેલ છે. આ ક્ષમતા એ ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમાવવામાં આવેલ છે, અને તે Red Hat Enterprise Linux 4.92 ના ભવિષ્યના પ્રકાશનમાં સંપૂર્ણ આધાર માટે લક્ષ્ય બનાવાયેલ છે.

જાણીતા મુદ્દાઓ

  • bind સુધારા ભૂલ: જ્યારે bind સુધારી રહ્યા હોય, ત્યારે આવી કોઈ ફાઈલ અથવા ડિરેક્ટરી નથી તેવી ભૂલ ઉદ્ભવી શકે. આ સ્થાપન ક્રમાંક ભૂલને કારણે ઉદ્ભવી શક્યું હશે, કે જે GA પહેલાં સંબોધિત કરવામાં આવશે. આના પર કામ કરવા માટે, રુટ તરીકે પ્રવેશ કરો અને /usr/sbin/bind-chroot-admin --enable (જો તમે bind-chroot પેકેજ સ્થાપિત કરેલ હોય) અથવા /usr/sbin/bind-chroot-admin --sync (જો તમે caching-nameserver પેકેજ સ્થાપિત કરેલ હોય) ચલાવો.

  • caching-nameserver સુધારા ભૂલ: જ્યારે caching-nameserver સુધારી રહ્યા હોય, ત્યારે લોગ અયોગ્ય સંદર્ભ ભૂલ દર્શાવે છે. આ આધારભૂતપણા મુદ્દાને કારણે થાય છે કે જે selinux-policy પેકેજ સાથે છે, કે જે GA પહેલા સંબોધિત થશે. આના પર કામ કરવા માટે, રુટ તરીકે પ્રવેશ કરો અને /usr/sbin/bind-chroot-admin --sync ચલાવો.

  • કર્નલ મોડ્યુલ પેકેજો (kmods) માત્ર kABI આધારભૂતપણાઓ સાથે જ બીલ્ડ કરી શકાય છે કે જેના માટે kernel-devel અને લગતું કર્નલ પેકેજ સ્થાપિત થયેલ હોય. તેથી, kABI-enhanced kmods ને વિસ્થાપિત કર્નલો વિરુદ્ધ બીલ્ડ કરવાનું શક્ય નથી. આ મર્યાદા GA પહેલાં સંબોધિત કરવામાં આવશે.

  • યજમાન બસ એડેપ્ટરો કે જે MegaRAID ડ્રાઈવર વાપરે છે તે "મોટો સંગ્રહ" ઈમ્યુલેશન સ્થિતિમાં સુયોજિત થયેલ હોવું જ જોઈએ, નહિં કે "I2O" ઈમ્યુલેશન સ્થિતિમાં. આમ કરવા માટે, નીચેના પગલાંઓ અનુસરો:

    1. MegaRAID BIOS Set Up ઉપયોગીતા દાખલ કરો.

    2. એડેપ્ટર સુયોજનો મેનુ દાખલ કરો.

    3. અન્ય એડેપ્ટર વિકલ્પો હેઠળ, ઈમ્યુલેશન પસંદ કરો અને તેને મુખ્ય સંગ્રહ માં સુયોજિત કરો.

    જો એડેપ્ટર એ અયોગ્ય રીતે "I2O" ઈમ્યુલેશનમાં સુયોજિત થયેલ હોય, તો સિસ્ટમ i2o ડ્રાઈવર લોડ કરશે. આ નિષ્ફળ જશે, અને એડેપ્ટરને કામ નહિં કરી શકાય તે રીતે રેન્ડર કરશે.

    પહેલાંના Red Hat Enterprise Linux પ્રકાશનો સામાન્ય રીતે I20 ડ્રાઈવરને MegaRAID ડ્રાઈવર પહેલાં લોડ કરતાં હતા નહિં. આના સંદર્ભે, હાર્ડવેર જ્યારે Linux સાથે વપરાય ત્યારે હંમેશા "મુખ્ય સંગ્રહ" ઈમ્યુલેશન સ્થિતિમાં સુયોજિત થયેલ હોવું જોઈએ.

  • ext3 / jbd કર્નલ દુખાવો: ફાઈલ સિસ્ટમોનો ભારે I/O કે જ્યાં બ્લોક માપ એ પાનાં માપ કરતાં નાનું હોય છે કે જે jbd ને ભાંગી નાંખવાનું કારણ બનાવે છે.

    આ મુદ્દાની તપાસ કરવામાં આવેલ છે અને તે GA માં ઉકેલાઈ જશે.

  • વર્ચ્યુઅલાઈઝેશન મહેમાન સ્થાપન ભૂલ: eth1 પર મૂળભૂત ઈથરનેટ જોડાણ સાથે સિસ્ટમ પર પેરાવર્ટ મહેમાન સ્થાપિત કરવાનું કોઈ ડ્રાઈવર મળ્યું નહિં ભૂલમાં પરિણમશે. આનું કામ શોધવા માટે, eth0 ને મૂળભૂત ઈથરનેટ જોડાણ તરીકે સુયોજિત કરો.

    આ મુદ્દાની તપાસ કરવામાં આવેલ છે અને તે GA માં ઉકેલાઈ જશે.

  • Anaconda incorrectly selects vesa driver: when Red Hat Enterprise Linux 4.92 is installed in text-only mode on a system with a geforce 5200-based video card, the vesa driver will be selected. This is incorrect, and will cause the screen to go blank once you run system-config-display. This issue will be resolved in GA.

    To work around this, open xorg.conf and change the line Driver "vesa" to Driver "nv".

  • Virtualization paravirt guest installation failure: attempting to install a paravirt guest on a system where SELinux is enabled will fail. This issue is being investigated and will be resolved in GA.

    To work around this, turn off SELinux before installing a paravirt guest.

  • Virtualization guest boot bug: when you install a fully virtualized guest configured with vcpus=2, the fully virtualized guest may take an unreasonably long time to boot up. This issue is being investigated and will be resolved in GA.

    To work around this, disable the guest ACPI by using the kernel parameters acpi=strict or acpi=static for the virtualized kernel during grub boot.

  • X Display Server crashes with virtualized kernel: when booting with the virtualized kernel, the X server will crash upon startup. This issue is being investigated and will be resolved in GA.

    To work around this, edit /etc/X11/xorg.conf by adding the following line in the ServerLayout section:

    
    Option        "Int10Backend"        "<mode>"        
                    

    Replace <mode> with either vm86 (the default when running a bare Linux kernel) or x86emu (when running a virtualized kernel). This will allow runtime selection of the int10 execution method.

સામાન્ય જાણકારી

આ વિભાગ સામાન્ય જાણકારી સમાવે છે કે જે આ દસ્તાવેજના કોઈપણ વિભાગને લાગતીવળગતી નથી.

વર્ચ્યુઅલાઈઝેશન

Red Hat Enterprise Linux 4.92 એ i686 અને x86-64 માટે વર્ચ્યુઅલાઈઝેશન ક્ષમતાઓ આપે છે, સાથે સાથે વર્ચ્યુઅલાઈઝ થયેલ પર્યાવરણની વ્યવસ્થા કરવા માટે જરૂરી સોફ્ટવેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડે છે.

Red Hat Enterprise Linux 4.92 માં વર્ચ્યુઅલાઈઝેશનનું અમલીકરણ એ હાયપરવિઝર પર આધારિત છે, કે જે પેરાવર્ચ્યુઅલાઈઝેશન મારફતે એકદમ નીચા ઓવરહેડની સેવા આપે છે. Intel વર્ચ્યુઅલાઈઝેશન ટેક્નોલોજી અથવા AMD AMD-V સક્ષમ પ્રોસેસરો સાથે, Red Hat Enterprise Linux 4.92 માં વર્ચ્યુઅલાઈઝેશન ઓપરેટિંગ સિસ્ટમોને સંપૂર્ણ વર્ચ્યુઅલાઈઝ થયેલ સ્થિતિમાં નહિં સુધારેલ રીતે ચલાવવા માટે પરવાનગી આપે છે.

Red Hat Enterprise Linux 4.92 પર વર્ચ્યુઅલાઈઝેશન નીચેનું લક્ષણ પણ આપે છે:

  • Libvirt, એક લાઈબ્રેરી કે જે વર્ચ્યુઅલ મશીનોની વ્યવસ્થા કરવા માટે અચળ, પોર્ટેબલ API પૂરી પાડે છે.

  • વર્ચ્યુઅલ મશીન વ્યવસ્થાપક, વર્ચ્યુઅલ મશીનો મોનીટર કરવા માટે અને તેમની વ્યવસ્થા કરવા માટેની ગ્રાફિકવાળી ઉપયોગીતા.

  • વર્ચ્યુઅલ મશીન સ્થાપકમાં આધાર, વર્ચ્યુઅલ મશીનો કિકસ્ટાર્ટ કરવાની ક્ષમતાનો સમાવેશ કરીને.

Red Hat Network વર્ચ્યુઅલ મશીનોને પણ આધાર આપે છે.

વેબ સર્વર પેકેજીંગ ફેરફારો

Red Hat Enterprise Linux 4.92 હવે Apache HTTP સર્વરની આવૃત્તિ 2.2 નો સમાવેશ કરે છે. આ પ્રકાશન 2.0 શ્રેણી ઉપર ઘણા સુધારાઓ લઈ આવે છે, આ બધું સમાવીને:

  • સુધારાયેલ કેશીંગ મોડ્યુલો (mod_cache, mod_disk_cache, mod_mem_cache)

  • સત્તાધિકરણ અને માલિકી આધાર માટેનું નવું બંધારણ, સત્તાધિકરણ મોડ્યુલોને બદલીને પહેલાંની આવૃત્તિઓમાં પૂરું પાડવામાં આવેલ છે

  • પ્રોક્સી લોડ બેલેન્સીંગનો આધાર (mod_proxy_balancer)

  • 32-bit પ્લેટફોર્મો પર મોટી ફાઈલોને (નામ અનુસાર, 2GB કરતાં મોટી) સંભાળવા માટેનો આધાર

નીચેના ફેરફારો મૂળભૂત httpd રૂપરેખાંકનમાં કરવામાં આવેલ છે:

  • mod_cern_meta અને mod_asis modules મૂળભૂત રીતે લાંબા સમય સુધી લોડ થતા નથી.

  • mod_ext_filter મોડ્યુલ એ હવે મૂળભૂત રીતે લોડ થાય છે.

જો Red Hat Enterprise Linux ની પહેલાંની આવૃત્તિમાંથી સુધારી રહ્યો હોય, તો httpd રૂપરેખાંકનને httpd 2.2 માટે સુધારવાની જરૂર રહેશે. વધુ જાણકારી માટે, http://httpd.apache.org/docs/2.2/upgrading.html નો સંદર્ભ લો.

ત્રીજી-વ્યક્તિ મોડ્યુલો

httpd 2.0 માટે કમ્પાઈલ થયેલ ત્રીજી-વ્યક્તિ મોડ્યુલો httpd 2.2 માટે પુનઃબીલ્ડ થવા જ જોઈએ.

php

PHP ની આવૃત્તિ 5.1 એ હવે Red Hat Enterprise Linux 4.92 માં સમાવવામાં આવેલ છે, કે જે નોંધપાત્ર પ્રતિભાવ સુધારા સાથે ભાષામાં ઘણા ફેરફારોનો સમાવેશ કરે છે. અમુક સ્ક્રિપ્ટોને નવી આવૃત્તિ સાથે વાપરવા માટે અનુકૂલન કરવાની જરૂર રહેશે; મહેરબાની કરીને PHP 4.3 માંથી PHP 5.1 માં રૂપાંતરણ માટે વધુ જાણકારી માટે નીચેની કડીનો સંદર્ભ લો:

http://www.php.net/manual/en/migration5.php

/usr/bin/php એક્ઝેક્યુટેબલ એ હવે CLI આદેશ-વાક્ય SAPI ની મદદથી બનેલ છે, CGI SAPI ની જગ્યાએ. /usr/bin/php-cgi ને CGI SAPI માટે વાપરો. php-cgi એક્ઝેક્યુટેબલ FastCGI આધારનો પણ સમાવેશ કરે છે.

નીચેના એક્સટેન્સન મોડ્યુલો પણ ઉમેરાઈ ગયેલ છે:

  • mysqli એક્સટેન્સન, ખાસ કરીને MySQL 4.1 માટે રચાયેલ એક નવો ઈન્ટરફેસ. આ php-mysql પેકેજમાં સમાવવામાં આવેલ છે.

  • તારીખ, હેશ, પરાવર્તન, SPL અને SimpleXML (php પેકેજમાં સમાયેલ છે)

  • pdo અને pdo_psqlite (php-pdo પેકેજમાં)

  • pdo_mysql (php-mysql પેકેજમાં)

  • pdo_pgsql (php-pgsql પેકેજમાં)

  • pdo_odbc (php-odbc પેકેજમાં)

  • soap (php-soap પેકેજમાં)

  • xmlreader અને xmlwriter (php-xml પેકેજમાં)

  • dom (domxml એક્સટેન્સનને php-xml પેકેજમાં બદલી રહ્યા છીએ)

નીચેના એક્સટેન્સન મોડ્યુલો લાંબા સમય સુધી સમાવવામાં આવશે નહિં:

  • dbx

  • dio

  • yp

  • overload

  • domxml

PEAR ફ્રેમવર્ક

PEAR ફ્રેમવર્ક એ હવે php-pear પેકેજમાં પેક થયેલ છે. માત્ર નીચેના PEAR ઘટકો હવે Red Hat Enterprise Linux માં સમાવાયેલ છે:

  • Archive_Tar

  • Console_Getopt

  • XML_RPC

kmod કર્નલ મોડ્યુલ પેકેજોને કર્નલ ABI આધારભૂતપણા ટ્રેકીંગ સાથે બીલ્ડ કરી રહ્યા છીએ

Red Hat Enterprise Linux 4.92 પર, સુધારાયેલ કર્નલ મોડ્યુલ પેકેજો બીલ્ડ કરવાનું શક્ય છે કે જે વર્તમાન કર્નલ ABI આવૃત્તિ પર આધાર રાખે છે અને નહિં કે ચોક્કસ કર્નલ પ્રકાશન નંબર પર. આ કર્નલ મોડ્યુલો બીલ્ડ કરવાની સેવા આપે છે કે જે Red Hat Enterprise Linux 4.92 કર્નલોના વિસ્તાર વિરુદ્ધ વાપરી શકાય છે, એક પ્રકાશનની વિરુદ્ધ વાપરવાની જગ્યાએ. http://www.kerneldrivers.org/ આગળની પ્રોજેક્ટ વેબસાઈટ પેકેજીંગ પ્રક્રિયા વિશે વધુ જાણકારી સમાવે છે, સાથે સાથે ઘણા ઉદાહરણો પણ.

એનક્રિપ્ટ થયેલ સ્વેપ પાર્ટીશનો અને બિન-રુટ ફાઈલ સિસ્ટમો

Red Hat Enterprise Linux 4.92 હવે એનક્રિપ્ટ થયેલ સ્વેપ પાર્ટીશનો અને બિન-રુટ ફાઈલ સિસ્ટમો માટેનો મૂળભૂત આધાર પૂરો પાડે છે. આ લક્ષણો વાપરવા માટે, /etc/crypttab માં યોગ્ય ઉમેરો અને /etc/fstab માં બનાવેલ ઉપકરણોનો સંદર્ભ આપો.

નીચે નમૂના /etc/crypttab પ્રવેશ છે:

my_swap /dev/hdb1 /dev/urandom swap,cipher=aes-cbc-essiv:sha256
                        

આ એનક્રિપ્ટ થયેલ બ્લોક ઉપકરણ /dev/mapper/my_swap બનાવે છે, કે જેનો /etc/fstab માં સંદર્ભ આપી શકાય છે.

નીચે ફાઈલ સિસ્ટમ વોલ્યુમ માટે નમૂના /etc/crypttab પ્રવેશ છે:

my_volume /dev/hda5 /etc/volume_key cipher=aes-cbc-essiv:sha256
                        

/etc/volume_key ફાઈલ સાદા લખાણ એનક્રિપ્શન કી સમાવે છે. તમે કી ફાઈલ નામ તરીકે none પણ સ્પષ્ટ કરી શકો છો, કે જ્યાં સિસ્ટમ બુટ દરમ્યાન એનક્રિપ્શન કી માટે પૂછશે તેની જગ્યાએ.

ફાઈલ સિસ્ટમ વોલ્યુમો સુયોજિત કરવા માટે LUKS વાપરવાનું આગ્રહણીય છે. આવું કરવા માટે, આ પગલાંઓ અનુસરો:

  1. cryptsetup luksFormat ની મદદથી એનક્રિપ્ટ થયેલ વોલ્યુમ બનાવો.

  2. /etc/crypttab માં જરૂરી પ્રવેશ ઉમેરો.

  3. cryptsetup luksOpen (અથવા રીબુટ) ની મદદથી વોલ્યુમ જાતે સુયોજિત કરો.

  4. એનક્રિપ્ટ થયેલ વોલ્યુમ પર ફાઈલ સિસ્ટમ બનાવો.

  5. /etc/fstab માં જરૂરી પ્રવેશ ઉમેરો.

mount અને umount

mount અને umount આદેશો NFS ને લાંબા સમય સુધી સીધા આધાર આપતા નથી; ત્યાં લાંબા સમય સુધી આંતરિક NFS ક્લાઈન્ટ નથી. એક અલગ nfs-utils પેકેજ, કે જે /sbin/mount.nfs અને /sbin/umount.nfs મદદગારો પૂરા પાડે છે, તેઓ આના માટે સ્થાપિત થયેલ હોવા જ જોઈએ.

CUPS પ્રિન્ટર બ્રાઉઝીંગ

સ્થાનિક સબનેટ ઉપર CUPS પ્રિન્ટર બ્રાઉઝીંગ system-config-printer ગ્રાફિકવાળા સાધનની મદદથી રૂપરેખાંકિત કરી શકાય છે. તે CUPS વેબ ઈન્ટરફેસ, http://localhost:631/ ની મદદથી પણ કરી શકાય છે.

સબનેટો વચ્ચે પ્રિન્ટર બ્રાઉઝીંગ માટે દિશામાન બ્રોડકાસ્ટો વાપરવા માટે, /etc/cups/cupsd.conf ને ક્લાઈન્ટો પર ખોલો અને BrowseAllow @LOCAL ને BrowseAllow ALL માં બદલો.

આંતરરાષ્ટ્રિયકરણ

આ વિભાગ Red Hat Enterprise Linux 4.92 હેઠળની ભાષા આધાર પરની જાણકારીનો સમાવેશ કરે છે.

ઈનપુટ પદ્ધતિઓ

SCIM (Smart Common Input Method) એ IIIMF ને એશિયાઈ અને અન્ય ભાષાઓ માટે આ પ્રકાશનમાં ઈનપુટ પદ્ધતિ તરીકે બદલી નાંખેલ છે. SCIM માટેનું મૂળભૂત GTK ઈનપુટ પદ્ધતિ મોડ્યુલ scim-bridge દ્વારા પૂરું પાડવામાં આવેલ છે; Qt માં, તે scim-qtimm દ્વારા પૂરું પાડવામાં આવેલ છે.

નીચે વિવિધ ભાષાઓ માટે મૂળભૂત ટ્રીગર હોટકીઓ છે:

  • બધી ભાષાઓ: Ctrl-Space

  • જાપાની: Zenkaku-Hankaku અથવા Alt-`

  • કોરિયાઈ: Shift-Space

જો SCIM સ્થાપિત થયેલ હોય, તો તે બધા વપરાશકર્તાઓ માટે મૂળભૂત રીતે ચાલે છે.

ભાષા સ્થાપન

SCIM એ મોટા ભાગના એશિયાઈ સ્થાપનો માટે મૂળભૂત રીતે સ્થાપિત થયેલ છે. નહિંતર, તમે વધારાની ભાષાનો આધાર "ભાષાઓ" ઘટકની મદદથી સ્થાપિત કરવા માટે (pirut) વાપરી શકો, અથવા આ આદેશ ચલાવો:


su -c 'yum groupinstall <language>-support'
                        

ઉપરના આદેશમાં, <language> એ ક્યાં તો Assamese, Bengali, Chinese, Gujarati, Hindi, Japanese, Kannada, Korean, Malayalam, Marathi, Oriya, Punjabi, Sinhala, Tamil, Thai, અથવા Telugu હોઈ શકે.

im-chooser

im-chooser તરીકે ઓળખાતું નવું વપરાશકર્તા રૂપરેખાંકન સાધન ઉમેરાઈ ગયેલ છે, કે જે તમને તમારી ડેસ્કટોપ પરની ઈનપુટ પદ્ધતિઓનો વપરાશ સરળતાથી સક્રિય અને નિષ્ક્રિય કરવા માટે પરવાનગી આપે છે. તેથી જો SCIM સ્થાપિત થયેલ હોય પરંતુ તમે તેને તમારા ડેસ્કટોપ પર ચલાવવા ઈચ્છો નહિં, તો તમે તેને im-chooser ની મદદથી નિષ્ક્રિય કરી શકો છો.

xinputrc

X શરૂઆત પર, xinput.sh હવે ~/.xinput.d/ અથવા /etc/xinit/xinput.d/ માં રૂપરેખાંકન ફાઈલો શોધવાની જગ્યાએ ~/.xinputrc અથવા /etc/X11/xinit/xinputrc ને વાપરે છે.

ફાયરફોક્સમાં પેન્ગો આધાર

Red Hat Enterprise Linux 4.92 માં ફાયરફોક્સ પેન્ગો સાથે બનેલ છે, કે જે અમુક સ્ક્રિપ્ટો માટે સારો આધાર પૂરો પાડે છે, જેમ કે ભારતીય અથવા અમુક CJK સ્ક્રિપ્ટો.

પેન્ગોનો વપરાશ નિષ્ક્રિય કરવા માટે, ફાયરફોક્સ લોન્ચ કરવા પહેલાં MOZ_DISABLE_PANGO=1 ને તમારા પર્યાવરણમાં સુયોજિત કરો.

ફોન્ટ

આધાર એ હવે ફોન્ટને સિન્થેટીક જડિત કરવા માટે ઉપલબ્ધ છે કે જેમને ઘાટો આકાર નથી.

ચીની માટે નવા ફોન્ટ ઉમેરાઈ ગયેલ છે: AR PL ShanHeiSun Uni (uming.ttf) અને AR PL ZenKai Uni (ukai.ttf). AR PL ShanHeiSun Uni એ મૂળભૂત ફોન્ટ છે, કે જે જડિત બીટમેપો સમાવે છે. જો તમે બાહ્યકિનારી આકારોને પ્રાધાન્ય આપો, તો તમે નીચેનો વિભાગ તમારી ~/.font.conf ફાઈલમાં ઉમેરી શકો:

<fontconfig>
  <match target="font">
    <test name="family" compare="eq">
      <string>AR PL ShanHeiSun Uni</string>
    </test>
    <edit name="embeddedbitmap" mode="assign">
      <bool>false</bool>
    </edit>
  </match>
</fontconfig>                                
                        

gtk2 IM ઉપમેનુ

Gtk2 સંદર્ભ મેનુ IM ઉપમેનુ મૂળભૂત રીતે લાંબા સમય સુધી દેખાય નહિં. તમે તેને આદેશ વાક્ય પર નીચેના આદેશની મદદથી સક્રિય કરી શકો છો:


gconftool-2 --type bool --set '/desktop/gnome/interface/show_input_method_menu' true
                        

CJK પર લખાણ સ્થાપન માટે આધાર

CJK (ચીની, જાપાની, અને કોરિયાઈ) રેન્ડરીંગ આધાર એનાકોન્ડા લખાણ સ્થાપનમાંથી દૂર કરવામાં આવેલ છે. લાંબા ગાળે લખાણ સ્થાપન પદ્ધતિ દૂર કરવામાં આવશે, કારણ કે GUI સ્થાપન, VNC અને કિકસ્ટાર્ટ પદ્ધતિઓને પ્રાધાન્ય અપાયેલ છે.

gtk2 સ્ટેક

નીચેના પેકેજો દૂર કરવામાં આવેલ છે અને Red Hat Enterprise Linux માં નિરાકરણ માટે દૂર કરવામાં આવેલ છે:

  • gtk+

  • gdk-pixbuf

  • glib

આ પેકેજો gtk2 સ્ટેકની તરફેણમાં દૂર કરવામાં આવેલ છે, કે જે આંતરરાષ્ટ્રિયકરણ અને ફોન્ટ સંભાળવાની બાબતમાં વધુ સારા વિધેયોની તક આપે છે.

CJK input on console

If you need to display Chinese, Japanese, or Korean on the console, you need to setup a framebuffer. To do this, install bogl and bogl-bterm, and run bterm on the framebuffer. Note that the kernel framebuffer module depends on the graphics chipset in your machine.

કર્નલ નોંધો

આ વિભાગ 2.6.9 (કે જેના પર Red Hat Enterprise Linux 4 આધારિત છે) અને 2.6.18 (કે જેને Red Hat Enterprise Linux 4.92 બોલાવશે) વચ્ચે જુલાઈ ૧૨, ૨૦૦૬ અનુસારનો તફાવત સૂચવે છે. વધારાના લક્ષણો કે જેઓ વર્તમાનમાં ઉપરના સ્તરે કામ કરી રહ્યા છે (ઉદાહરણ તરીકે, વર્ચ્યુઅલાઈઝેશન) કે જે 2.6.18 અથવા 2.6.19 માં મોડા દેખાશે તેઓ અંહિ પ્રકાશિત થયેલ નથી. અન્ય શબ્દોમાં, આ યાદી માત્ર એ જ બતાવે છે કે શું પહેલાથી ઉપરના Linus વૃક્ષમાં સમાવાયેલ છે; નહિં કે શું વર્તમાનમાં વિકાસમાં છે. આ પ્રમાણે, આ યાદી છેલ્લી નથી, અથવા નવા Red Hat Enterprise Linux 4.92 લક્ષણોની સંપૂર્ણ યાદી નથી, છતાં તે શું ઈચ્છિત હોઈ શકે તેની સારી ઝાંખી આપે છે. અને, નોંધ કરો કે આ વિભાગ માત્ર ઉપરના ફેરફારોના પ્રકાશિતો જ લે છે, અને આ રીતે તે સંપૂર્ણપણે વ્યાપક નથી. તે ઘણા નીચા-સ્તર હાર્ડવેર આધાર ઉન્નતીકરણોનો અને ઉપકરણ ડ્રાઈવર જાણકારીનો સમાવેશ કરતું નથી.

નીચે આગળના સ્તર-નો-વિગતવાર દૃશ્યનો સારો સ્રોત છે:

http://kernelnewbies.org/LinuxChanges

પ્રતિભાવ / સ્કેલેબીલીટી
  • Big Kernel Lock preemption (2.6.10)

  • Voluntary preemption patches (2.6.13) (Red Hat Enterprise Linux 4 માં ઉપગણ)

  • વાસ્તવિક-જીવન કાર્યક્રમો માટે ઉપયોગી, માટે હલકો વપરાશકર્તાજગ્યા priority inheritance (PI) આધાર (2.6.18)

  • નવું 'mutex' locking primitive (2.6.16)

  • ઉચ્ચ રીઝોલ્યુશન ટાઈમરો (2.6.16)

    • નીચા-રીઝોલ્યુશન સમયસમાપ્તિ API સાથે વિરોધાભાસમાં કે જે kernel/timer.c માં અમલમાં મૂકાયેલ છે, hrtimers તે સારું રીઝોલ્યુશન અને ચોકસાઈ આધારભૂતપણું સિસ્ટમ રૂપરેખાંકન અને ક્ષમતાઓ પર પૂરું પાડે છે. આ ટાઈમરો વર્તમાનમાં ટાઈમરો માટે વપરાય છે, POSIX ટાઈમરો, nanosleep અને ચોક્કસ in-kernel સમય.

  • મોડ્યુલર, જીવંત સ્વીચ કરી શકાય તેવા I/O સામયિકો (2.6.10)

    • આ માત્ર Red Hat Enterprise Linux 4 (અને કતાર-પ્રતિ સિસ્ટમ-પ્રમાણેની જગ્યાએ પણ) માં જીવંત બુટ વિકલ્પ હતો.

  • નવું પાઈપ અમલીકરણ (2.6.11)

    • પાઈપ બેન્ડવીડ્થમાં ૩૦-૯૦% પ્રભાવમાં સુધારો

    • ચક્રિય બફર લેખકોને અટકાવવા કરતાં વધુ બફરીંગને પરવાનગી આપે છે

  • "મોટો કર્નલ સેમાફોર": મોટા કર્નલ તાળાને સેમાફોરમાં ચલાવે છે

    • લાંબા તાળાં ધરાવનાર સમયો તોડવાનું અને વોલન્ટરી પ્રીએમ્પશન ઉમેરવાનું ઘટાડે છે

  • X86 "SMP વિકલ્પો"

    • ઉપલબ્ધ પ્લેટફોર્મ અનુસાર રનટાઈમે એક કર્નલ ઈમેજને શ્રેષ્ઠ બનાવે છે

    • સંદર્ભ: http://lwn.net/Articles/164121/

  • kernel-headers પેકેજ

    • glibc-kernheaders પેકેજને બદલી નાંખે છે

    • 2.6.18 કર્નલના નવા headers_install લક્ષણ સાથે વધુ સુગમતા પૂરી પાડે છે

    • નોંધનીય કર્નલ હેડર-સંબંધિત ફેરફારો:

      • <linux/compiler.h> હેડર ફાઈલ દૂર કરાયેલ, કારણ કે તે લાંબા સમય સુધી ઉપયોગી નથી

      • _syscallX() મેક્રો દૂર કરવામાં આવેલ છે; વપરાશકર્તા-જગ્યા syscall() ને તેની જગ્યાએ C લાઈબ્રેરીમાંથી વાપરવું જોઈએ

      • <asm/atomic.h> અને <asm/bitops.h> હેડર ફાઈલો દૂર કરાયેલ છે; C કમ્પાઈલર વપરાશકર્તા-જગ્યા કાર્યક્રમો માટે વધુ શ્રેષ્ઠ રીતે બેસતા તેના પોતાના આંતરિક વિધેયો પૂરા પાડે છે

      • #ifdef __KERNEL__ સાથે પહેલાથી સુરક્ષિત થયેલ સમાવિષ્ટ હવે unifdef સાધન સાથે સંપૂર્ણપણે દૂર કરાયેલ છે; ભાગો જોવા માટે __KERNEL__ ને વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ કે જે વપરાશકર્તા-જગ્યા માટે દૃશ્યમાન હોવું જોઈએ નહિં તે લાંબા સમય સુધી અસરકારક નથી

      • અમુક આર્કીટેક્ચરોમાંથી PAGE_SIZE મેક્રો દૂર કરવામાં આવેલ છે, પાનાં માપોમાં ફેરફારને કારણે; વપરાશકર્તા-જગ્યા sysconf (_SC_PAGE_SIZE) અથવા getpagesize() વાપરતું હોવું જોઈએ

    • વપરાશકર્તા-જગ્યા માટે સારી સુગમતા પૂરી પાડવા માટે, ઘણી હેડર ફાઈલો અને હેડર સમાવિષ્ટો દૂર કરાયેલ છે

સામાન્ય લક્ષણ ઉમેરાઓ

  • kexec અને kdump (2.6.13)

    • netdumpkexec અને kdump દ્વારા બદલાઈ ગયેલ છે, કે જે ઝડપી બુટ-અપની ખાતરી કરે છે અને તપાસ હેતુઓ માટે સુગમ કર્નલ vmcores ની બનાવટની ખાતરી કરે છે. વધુ જાણકારી અને રૂપરેખાંકન સૂચનો માટે, મહેરબાની કરીને /usr/share/doc/kexec-tools-<version>/kexec-kdump-howto.txt (<version> ને સ્થાપિત થયેલ kexec-tools પેકેજની લાગતીવળગતી આવૃત્તિ સાથે બદલો) નો સંદર્ભ લો.

  • inotify (2.6.13)

    • આના માટેનું વપરાશકર્તા ઈન્ટરફેસ એ નીચેના syscalls મારફતે છે: sys_inotify_init, sys_inotify_add_watch, અને sys_inotify_rm_watch.

  • પ્રક્રિયા ઘટનાઓ જોડનાર (2.6.15)

    • બધી પ્રક્રિયાઓ માટે fork, exec, id ફેરફાર, અને exit ઘટનાઓનો વપરાશકર્તા-જગ્યાને અહેવાલ આપે છે.

    • કાર્યક્રમો કે જે આ ઘટનાઓને ઉપયોગી મેળવી શકે તેઓ ખાતાકરણ / સંપાદન (ઉદાહરણ તરીકે, ELSA), સિસ્ટમ ક્રિયા મોનીટરીંગ (ઉદાહરણ તરીકે, top), સુરક્ષા, અને સ્રોત વ્યવસ્થાપન (ઉદાહરણ તરીકે, CKRM) નો સમાવેશ કરે છે. સીમેન્ટીકો વપરાશકર્તા-પ્રતિ-નામજગ્યા જેવા લક્ષણો માટે બ્લોક બનાવવાનું પૂરું પાડી શકે છે, "ફાઈલોને ડિરેક્ટરીઓ તરીકે" અને આવૃત્તિવાળી ફાઈલ સિસ્ટમો પૂરી પાડી શકે છે.

  • સામાન્ય RTC (RealTime ઘડિયાળ) ઉપસિસ્ટમ (2.6.17)

  • splice (2.6.17)

    • નવી IO પદ્ધતિ કે જે માહિતીની નકલો કરવાનું ટાળે છે જ્યારે કાર્યક્રમો વચ્ચે માહિતી પરિવહન કરી રહ્યા હોય

    • સંદર્ભ: http://lwn.net/Articles/178199/

  • બ્લોક કતાર IO ટ્રેસીંગ આધાર (blktrace): વપરાશકર્તાઓને બ્લોક ઉપકરણ કતાર પર આવી રહેલ કોઈપણ ટ્રાફિક જોવા માટે પરવાનગી આપે છે, કે જે એકદમ વિગતવાર પરિસ્થિતિ દર્શાવે છે કે જે ડિસ્ક કરી રહી હોય (2.6.17)

ફાઈલ સિસ્ટમ / LVM

  • EXT3

    • ext3 બ્લોક આરક્ષણ (2.6.10) (Red Hat Enterprise Linux 4 માં)

    • ext3 ઓનલાઈન માપ બદલવાના પેચો (2.6.10) (Red Hat Enterprise Linux 4 માં)

    • ext3 માં મોટા આઈનોડનો ભાગમાં વિસ્તૃત લક્ષણો માટે આધાર: જગ્યા સાચવે છે અને અમુક કિસ્સાઓમાં પ્રભાવ સુધારે છે (2.6.11)

  • ઉપકરણ મેપર મલ્ટીપાથ આધાર (Red Hat Enterprise Linux 4)

  • NFSv3 અને NFSv4 માટે ACL આધાર (2.6.13)

  • NFS: વાયર પર મોટા લેખન અને વાંચનને આધાર આપે છે (2.6.16)

    • Linux NFS ક્લાઈન્ટ હવે પરિવહન માપોને 1MB સુધી આધાર આપે છે.

  • FUSE (2.6.14)

    • વપરાશકર્તા-જગ્યા કાર્યક્રમમાં સંપૂર્ણપણે વિધેયાત્મક ફાઈલ સિસ્ટમના અમલીકરણની પરવાનગી આપે છે

  • VFS ફેરફારો

    • "વહેંચાયેલ ઉપવૃક્ષ" પેચો ભેગા થઈ ગયેલ છે. (2.6.15)

    • સંદર્ભ: http://lwn.net/Articles/159077/

  • Big CIFS સુધારો (2.6.15)

    • ઘણા પ્રભાવ સુધારાઓ અને સાથે સાથે કર્બરોઝ અને CIFS ACL ના આધારના લક્ષણને પણ સુધારે છે

  • autofs4: વપરાશકર્તાજગ્યા autofs માટે સીધો માઉન્ટ આધાર પૂરો પાડવા માટે સુધારાયેલ (2.6.18)

  • cachefs મૂળ સક્રિયકારકો (2.6.18)

સુરક્ષા

  • સરનામા જગ્યા રેન્ડમાઈઝેશન

    • આ પેચો લાગુ કરીને, દરેક પ્રક્રિયાનો સ્ટેક રેન્ડમ સ્થાને શરૂ થશે, અને mmap() (કે જે લાઈબ્રેરીઓમાં વહેંચાયેલ છે, અન્ય વસ્તુઓ વચ્ચે) માટે વપરાતા મેમરી વપરાશની શરૂઆત પણ રેન્ડમ થઈ જશે (2.6.12).

  • SELinux માટે વિવિધસ્તર સુરક્ષા જાણકારી (2.6.12)

  • ઓડિટ ઉપસિસ્ટમ

    • પ્રક્રિયા-સંદર્ભ આધારિત ગાળણ માટેનો આધાર (2.6.17)

    • વધુ ગાળક નિયમ સરખામણી કરનારાઓ (2.6.17)

  • TCP/UDP getpeersec: સુરક્ષા-પરિચિત કાર્યક્રમને IPSec નો સુરક્ષા સંદર્ભ મેળવવા માટે સક્રિય કરો સુરક્ષા સંડોવણી એક ચોક્કસ TCP અથવા UDP સોકેટ વાપરી રહ્યું છે (2.6.17)

નેટવર્કીંગ

  • ઉમેરાયેલ ઘણા TCP કન્જેશન મોડ્યુલો (2.6.13)

  • IPV6: ઘણા નવા sockopt / ancillary માહિતીને અદ્યતન API માં આધાર આપે છે (2.6.14)

  • IPv4/IPv6: UFO (UDP ફ્રેગ્મેન્ટેશન ઓફલોડ) Scatter-gather વિચાર (2.6.15)

    • UFO એ લક્ષણ કે જ્યાં Linux કર્નલ નેટવર્ક સ્ટેક મોટા UDP ડેટાગ્રામમાંથી હાર્ડવેરમાં IP ફ્રેગ્મેન્ટેશન વિધેયને સ્ટેક કરશે. આ મોટા UDP ડેટાગ્રામને MTU-માપવાળા પેકેટોમાં ફ્રેગ્મેન્ટોમાં સ્ટેક ઓવરહેડ ઘટાડશે.

  • ઉમેરાયેલ nf_conntrack ઉપસિસ્ટમ (2.6.15)

    • netfilter માંની હાલની જોડાણ ટ્રેકીંગ ઉપસિસ્ટમ માત્ર ipv4 સંભાળી શકે છે. ત્યાં બે પસંદગીઓ જોડાણ ટ્રેકીંગ આધારને ipv6 માટે ઉમેરવા માટે ઉપલબ્ધ હતી; ક્યાં તો ipv4 જોડાણ ટ્રેકીંગ કોડને ipv6 counterpart માં નકલ કરો, અથવા (આ પેચો દ્વારા લેવાયેલ પસંદગી) સામાન્ય સ્તર રચે છે કે જે ipv4 અને ipv6 બંને સંભાળી શકે અને આથી માત્ર એક ઉપ-પ્રોટોકોલ (TCP, UDP, વગેરે) જોડાણ ટ્રેકીંગ મદદગાર મોડ્યુલ લખવાની જરૂર છે. વાસ્તવમાં, nf_conntrack એ કોઈપણ સ્તર ૩ પ્રોટોકોલ સાથે કામ કરવા સક્ષમ છે.

  • IPV6

    • RFC 3484 સુસંગત સ્રોત સરનામા પસંદગી (2.6.15)

    • રાઉટર પસંદગીઓ માટે ઉમેરાયેલ આધાર (RFC4191) (2.6.17)

    • ઉમેરાયેલ રાઉટર પહોંચી શકાય તેવી ચકાસણી (RFC4191) (2.6.17)

  • વાયરલેસ સુધારાઓ

    • હાર્ડવેર ક્રિપ્ટો અને ફ્રેગ્મેન્ટેશન ઓફલોડ આધાર

    • QoS (WME) આધાર, "વાયરલેસ spy આધાર"

    • મિશ્રિત PTK/GTK

    • CCMP/TKIP આધાર અને WE-19 HostAP આધાર

    • BCM43xx વાયરલેસ ડ્રાઈવર

    • ZD1211 વાયરલેસ ડ્રાઈવર

    • WE-20, વાયરલેસ એક્સટેન્સનોની આવૃત્તિ 20 (2.6.17)

    • ઉમેરાયેલ હાર્ડવેર-સ્વતંત્ર સોફ્ટવેર MAC સ્તર, "Soft MAC" (2.6.17)

    • ઉમેરાયેલ LEAP સત્તાધિકરણ પ્રકાર

  • ઉમેરાયેલ સામાન્ય સેગ્મેન્ટેશન ઓફલોડ (GSO) (2.6.18)

    • અમુક કિસ્સાઓમાં પ્રભાવ સુધારી શકે છે, છતાં તેને ethtool મારફતે સક્રિય કરવાની જરૂર છે

  • SELinux માં ઉમેરાયેલ નવો પેકેટ-પ્રતિ વપરાશ નિયંત્રણો, જૂના પેકેજ નિયંત્રણોને બદલી રહ્યા છીએ

  • મૂળ નેટવર્કીમાં ઉમેરાયેલ secmark આધાર, સુરક્ષા ચિહ્નોને નેટવર્ક પેકેટો પર મૂકવા માટે સુરક્ષા ઉપસિસ્ટમોને પરવાનગી આપવા માટે. (2.6.18)

  • DCCPv6 (2.6.16)

ઉમેરાયેલ હાર્ડવેર આધાર

નોંધ

આ વિભાગ બધામાંના માત્ર એકદમ સામાન્ય લક્ષણો જ મૂલ્યાંકિત કરે છે.

  • x86-64 ક્લસ્ટરવાળો APIC આધાર (2.6.10)

  • Infiniband આધાર (2.6.11) (મોટે ભાગે Red Hat Enterprise Linux 4 માં)

  • Hot plug

    • ઉમેરાયેલ સામાન્ય મેમરી ઉમેરો/દૂર કરો અને મેમરી હોટપ્લગ માટે આધારભૂત વિધેયો (2.6.15)

    • નવા પ્રોસેસરોના ભોતિક રીતે ઉમેરાયેલ માટે hot plug CPU આધાર (પહેલાથી જ હયાત CPUs નો આધાર પહેલાથી જ hotplug નિષ્ક્રિય/સક્રિય હતો)

  • SATA/libata ઉન્નતીકરણો, વધારાનો હાર્ડવેર આધાર (Red Hat Enterprise Linux 4 માં)

    • સંપૂર્ણપણે ફરીથી કરવામાં આવેલ libata ભૂલ નિયંત્રક; આ બધા કામનું પરિણામ એકદમ રોબસ્ટ SATA ઉપસિસ્ટમ હોવી જોઈએ કે જે મોટા વિસ્તારની ભૂલોમાંથી પુનઃપ્રાપ્ત કરી શકાય છે.

    • Native Command Queuing (NCQ), એ ટેગવાળી સામાન્ય કતારની SATA આવૃત્તિ છે - ઘણી I/O અરજીઓની ક્ષમતા એ જ ડ્રાઈવમાં એક જ સમયે. (2.6.18)

    • Hotplug આધાર (2.6.18)

  • EDAC આધાર (2.6.16) (Red Hat Enterprise Linux 4 માં)

    • EDAC ધ્યેય એ ભૂલો શોધવાનો અને કમ્પ્યૂટર સિસ્ટમમાં તેનો અહેવાલ આપવાનો છે.

  • Intel(R) I/OAT DMA એંજીન માટે ઉમેરાયેલ નવો ioatdma ડ્રાઈવર (2.6.18)

NUMA (Non-Uniform Memory Access) / Multi-core

  • Cpusets (2.6.12)

    • Cpusets હવે ઘણા CPUs અને મેમરી નોડોને ક્રિયાઓનો સમૂહ સોંપવા માટેની પદ્ધતિ પૂરી પાડે છે. Cpusets એ CPU અને મેમરી ફેરબદલીઓની ક્રિયાઓ બાબતના વર્તમાન cpuset સાથે માત્ર સ્રોતોમાં પરિમાણિત કરે છે. આ વૈશ્વિક ક્રિયા ફેરબદલીને મોટી સિસ્ટમો પર વ્યવસ્થાપિત કરવા માટે જરૂરી છે.

  • NUMA-પરિચિત slab ફાળવનાર (2.6.14)

    • આ ઘણા નોડો પર સ્લેબો બનાવે છે અને સ્લેબોને એ રીતે વ્યવસ્થાપિત કરે છે કે જેથી સ્થાનિક રીતે ફાળવેલ શ્રેષ્ઠ બનાવાય. દરેક નોડને તેની પોતાની અધૂરી, મુક્ત અને સંપૂર્ણ સ્લેબોવાળી યાદી છે. બધી ઓબ્જેક્ટ ફાળવણીઓ માટે નોડ ઉદ્ભવવાનું નોડ-લગતા સ્લેબની યાદી કરે છે.

  • Swap રૂપાંતરણ (2.6.16)

    • Swap એ NUMA સિસ્ટમમાં પાનાંઓ વચ્ચે જ્યારે પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે રૂપાંતરણ પાનાંઓના ભૌતિક સ્થાને ખસેડવાની પરવાનગી આપે.

  • વિશાળ પાનાંઓ (2.6.16)

    • વિશાળ પાનાંઓ માટે ઉમેરાયલે NUMA પોલિસી આધાર: મેમરી પોલિસીમાંનું સ્તર huge_zonelist() વિધેય અને NUMA અંતર દ્વારા ઓર્ડર કરાયેલ ઝોનની યાદી પૂરી પાડે છે. hugetlb સ્તર ચાલશે કે જે ઝોન માટે જોવાની યાદી રાખે કે જેને ઉપલબ્ધ વિશાળ પાનાંઓ ઉપલબ્ધ છે પરંતુ તે વર્તમાન cpuset ના nodeset માં પણ છે

    • વિશાળ પાનાંઓ હવે cpusets પાળે છે.

  • ઝોન-પ્રતિ VM ગણકો

    • ઝોન-આધારિત VM પરિસ્થિતિ પૂરી પાડે છે, કે જેઓ મેમરીની કઈ પરિસ્થિતિ ઝોનમાં નક્કી કરવા માટે જરૂરી છે

  • Netfilter ip_tables: NUMA-પરિચિત ફાળવણી. (2.6.16)

  • મલ્ટી-કોર

    • બધા મૂળ વચ્ચે વહેંચાયેલ કેશો સાથે મલ્ટી-કોર રજૂ કરવા માટે ઉમેરાયેલ નવો સુનિશ્ચિત કરનાર ડોમેઈન. આ તેને આવી સિસ્ટમો પર હોશિયાર cpu સુનિશ્ચિતીકરણ કરવા માટે શક્ય બનાવે છે, અમુક કિસ્સાઓ માટે પ્રભાવ સારી રીતે સુધારી રહ્યા છીએ. (2.6.17).

    • CPU સુનિશ્ચિત કરનાર માટે પાવર બચાવ પોલિસી: multicore/smt cpus સાથે, પાવર વપરાશ અમુક પેકેજોને ફાજલ રાખીને સુધારી શકાય છે જ્યારે અન્ય બધા કામ કરે, બાબતોને બધા CPUs પર ફેલાવવાની જગ્યાએ.

( x86 )



[1] આ મટીરીયલ Open Publication License, v1.0 માં પ્રાપ્ય શરતો અને કાયદાઓ અનુસાર વિતરણ થવી જોઈએ, કે જે http://www.opencontent.org/openpub/ આગળ ઉપલબ્ધ છે.